Wednesday, December 14, 2011

રામચંદ્ર પટેલ


                              પરિચય 
જન્મ         :  ૧ ઓગસ્ટ , ૧૯૩૯ (જન્મસ્થળ: ઉમતા )
મુળવતન :  ઉમતા (જિ. મહેસાણા) 
અભ્યાસ   :  એસ.એસ.સી., ડી.એમ.(સી.એન.કલાવિદ્યાવિહાર,અમદાવાદ) 
વ્યવસાય :  શિક્ષણકાર્ય,૩૮ વર્ષ,ચિત્રશિક્ષક તરીકે રહીને હાલ નિવૃત.
                     હાલ પોતાના ગામમાંજ શિક્ષણ ખેતી સમાજ ગામ વિકાસ સેવા .
                     ગામ વચોવચ ૪૦' ઊંચા રાજગઢી ટીંબામાં ધરબાયેલા સોલંકીકાલીન જૈન મંદિર ના શોધક. 
                     એમને ,કવિતા, નિબંધ સાહિત્યના પંદર પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. જે પુરસ્કારને પાત્ર બન્યા છે.
                     'મારી અનાગસી ઋતુ'(કવિતા), 'રાજગઢી','અરણ્યદ્વાર', 'મેરુયજ્ઞ'(નવલકથા),
                     'સ્થળાંતર'(વાર્તાસંગ્રહ), અને 'અડધો સૂરજ સૂકો'(નિબંધ) ખ્યાતનામ છે.
                     'માટી અને મોભ' (સર્જનાત્મક લલિતનિબંધ ૨૦૧૦ માં પ્રસિદ્ધ).
                     તેઓ અત્યંત સંવેદનશીલ,ખુલ્લી નજરે જગતને જોનારા છે. સારું જોવાનું સાંભળવાનું રાખે,.
                     પાછા અંતર્મુખી, બોલવાનું ઓછું, પ્રેમાળ પુરા, તેમજ નીર્દંભી, નિર્વ્યસની , નીતીવાદી,
                      સદાકારી વ્યક્તિત્વ.
                                                              એવોર્ડ પારિતોષિક 
                      'કુમાર' 'કાવ્ય' પારિતોષિક   (1973), કલકતા નું  'નવરોઝ' પારિતોષિક, ગુજરાત સાહિત્ય                   
                      અકાદમી ના પાંચ પુરષ્કાર, શ્રી ઉમાશંકર જોશી વાર્તા પુરષ્કાર(૧૯૯૬), કવિલોક બ.ક. ઠાકોર  
                      શ્રેષ્ઠ સોનેટ પુરષ્કાર, સાહિત્ય લલીતનીબંધ પારિતોષિક, 'ઉદેશ' તરફથી ચંદુલાલ સેલારકા
                      પુરષ્કાર, ઈ.સ. ૨૦૦૪ નો કુમાર સુવર્ણચંદ્રક. કોઢ નિબંધને પરબ -૨૦૦૮ નો  નાનુભાઈસુરતી
                      પુરષ્કાર,
સરનામું   :     ચોતરા બજાર ઉમતા. ૩૮૪૨૩૨૦ (જિ. મહેસાણા ઉ.ગુજરાત)
                       તથા ૧૩, 'કવચ' રામેશ્વર સોસાયટી , મહાવીર નગર વિસ્તાર
                       હિંમતનગર (જિ .સાબરકાંઠા).
                   



લેખક શ્રી ની સાહિત્ય સેવા અને તેમના સર્જનો  આ બ્લોગ પરથી ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.